વરસાદમાં મસાલા ચા પીવી આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. આ ચામાં રહેવા મસાલા અને ચા પત્તીઓની વિશેષતાને કારણે, તે સોજા, શરદી, થાક, હૃદયના સ્વાસ્થ્ય, પીરિયડના દુખાવા સહિત અનેક લાભો પ્રદાન કરે છે. આવો જાણીએ વધુમાં
આદુ અને લવિંગમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે, જે સોજા અને દુખાવામાં રાહત આપે છે.
મસાલા ચા રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને રોગ સામે લડવાની શક્તિ આપે છે.
મસાલા ચામાંની તત્વો અને ટેનીન શરીરને આરામ આપે છે અને થાક દૂર કરે છે.
કાળા મરીમાં પિપરિન હોવાના કારણે મસાલા ચા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
આદુ અને તજ હોર્મોનલ અસંતુલનને બેલેન્સ કરીને પીરિયડ્સ દરમિયાન દુખાવામાં રાહત આપે છે.
મસાલા ચામા રહેલા મસાલા પાચન શક્તિ વધારવા અને પાચન સુધારવામાં મદદ કરે છે.
જ્યારે મસાલા ચાનું વધારે સેવન કરવામાં આવે ત્યારે એલર્જી, હાર્ટબર્ન, એસિડિટી અને અલ્સર જેવી સમસ્યાઓ થઈ શકે છે, તેથી પ્રમાણસર ચાનું સેવન કરવું જોઈએ.