ગરમીની શરૂઆત થતાં જ કેરી વેચાવાની શરૂઆત થઇ જાય છે. ભાગ્યેજ કોઇ એવી વ્યક્તિ હશે જેને કેરી પસંદ ના આવતી હોય.
કેરી ખાતા સમયે મોટા ભાગના લોકો તેની છાલ ફેંકી દેતા હોય છે.
ઘણાં ઓછા લોકોને ખબર હશે કે કેરીની છાલ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે.
આજે અમે તમને કેરીની છાલના ફાયદા વિશે બતાવીશું.
કેરીની છાલાં એવા પાકૃતિક તત્ત્વો રહેલા હોય છે, જેનાથી શરીરમાં મૃત કોશિકાઓ પેદા થતી રોકાય છે. આનાશી શરીરમાં કેન્સરની બીમારનું જોખમ ઘટવા લાગે છે.
કેરીની છાલમાં એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં રહેલું હોય છે. જે ફ્રી રેડિકલ્સથી થતાં હાનિકારક નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે.
ચહેરા પર ફોલ્લીઓથી છુટકારો મેળવવા માટે તમે કેરીની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે કેરીની છાલને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો અને પછી ફોલ્લીઓ પર તેને લગાવો.
કેરીની છાલમાં કોપર, ફોલેટ અને વિટામિન બી 6, એ અને સી ભરપૂર માત્રામાં હોય છે. જેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થઇ શકે છે.
જે લોકો ચહેરા પર કરચલીઓના કારણે પરેશાન રહે છે, તે કેરીની છાલને સૂકવીને ક્રશ કરીને તેને ગુલાબજળમાં મિક્સ કરી લો. ત્યાર બાદ ચહેરા પર લગાવવાથી કરચલીઓ ઓછી થવા લાગે છે અને ચહેરો સુંદર દેખાવા લાગે છે.