હિંદૂ ધર્મમા પીપળાનુ ઝાડ ખૂબ જ મહત્વ આપવામા આવે છે. આ ઝાડનુ પૂજા પણ કરવામા આવે છે. તેના નીચે દીવો સળગાવવો ખૂબ જ શુભ માનવામા આવે છે.
હિંદૂ ધર્મમા પીપળાના ઝાડને ખૂબ જ પવિત્ર માનવામા આવે છે. જેથી આ ઝાડ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ પણ છે. શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે દીવો સળગાવવો ખૂબ જ શુભ માનવામા આવે છે.
માન્યતા પ્રમાણે શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે દીવો સળગાવાથી શનિદેવ પ્રશન્ન થઈ શકે છે.
જો વ્યક્તિની કુંડળીમા શનિનો પ્રકોપ છે, તો વ્યક્તિએ દરેક શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે દીવો સળગાવવો જોઈએ.
જો કોઈ વ્યક્તિ આર્થિક તંગી માથી પસાર થઈ રહ્યો છે તો શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે દીવો સળગાવવાથી પૈસાની તંગી દૂર થાય છે.
માન્યતાઓ પ્રમાણે તમે જો તમે પીપળના ઝાડની નીચે દીવો સળગાવો છો તો તમે માટીના દીવામા સરસોના તેલનો ઉપયોગ કરો.