ડૉગ સાથે થોડા દિવસ સુધી સમય વીતાવ્યા બાદ તે તમારા પરિવારના એક અભિન્ન અંગ જેવો થઈ જશે. તમે તેની સાથે એક મિત્રની જેમ રહી શકો છો.
ડૉગ ખૂબ જ વફાદાર હોય છે. ઘરમાં થતી ચોરી જેવી અનેક પરિસ્થિતિઓમાં ડૉગ તમારી મદદ કરી શકે છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જોઈએ તે, ઘરમાં ડૉગને રાખવો શુભ માનવામાં આવે છે. આજ કારણ છે કે, લોકો શ્વાનને રોટલી ખવડાવતા હોય છે.
ડૉગ ખરીદવા માટે તમારે વધારે ખર્ચ નહીં કરવો પડે, જે એક સારી વાત છે. આ ઉપરાંત ડૉગના ખાવા માટે પણ વધારે ખર્ચ નથી આવતો.
જ્યારે તમે ડૉગની સાથે ઘરની બહાર ફરવા જશો, તો તમને એવા કેટલાય લોકો જોવા મળશે, જે પોતાના ડૉગ સાથે આવ્યા હશે. એવામાં તમે તેમની સાથે ફ્રેન્ડશિપ કેળવી શકશો.
ડૉગ ઘરની તમામ નકારાત્મક એનર્જીને ખતમ કરે છે, જેથી વાતાવરણમાં પોઝિટિવિટી મળે છે.
એવું મનાય છે કે, ડૉગને પાળવાથી લક્ષ્મી આવે છે અને સુખ-સમૃદ્ધિ વધે છે.