હિન્દૂ ધર્મમા કપૂરનુ એક અલગ જ મહત્વ છે, સામાન્ય રીતે પાઠ પૂજા અને હવનના સમયમા કપૂરનો ઉપયોગ કરવામા આવે છે.
સામાન્ય રીતે સાંજના સમયે ઘરોમા કપૂરને સળગાવવામા આવે છે, જેથી નકારાત્મક ઉર્જા ઘરમાથી દૂર થાય છે. આ ઉપરાંત પરિવારના સભ્યો પર ખરાબ અસર ન પડે તે માટે ખીસ્સામા કપૂર રાખવાથી ફાયદો મળે છે.
જો કોઈ વ્યક્તિ ખીસ્સામા કપૂરનો ટુકડો રાખે છે, તો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
ખીસ્સામા કપૂરને રાખવાથી મન શાંત રહે છે, જો કોઈ વ્યક્તિનુ મન શાંત રહેતુ નથી તો ખીસ્સામા કપૂર રાખવાથી મન શાંત રહે છે.
આજકાલ લોકોના લગ્નજીવનમા તણાવ જોવા મળતો હોય છે. ખીસ્સામા કપૂરની ટીકડીઓ રાખવાથી લગ્નજીવનમા તણાવ દૂર થાય છે અને શાંતિ સ્થપાય છે.
માન્યતા પ્રમાણે ખીસ્સામા કપૂર રાખવાથી ધનયોગ બને છે. જેથી રુમાલમા કપૂરને બાંધીને તેને ખીસ્સામા રાખો.