વિશ્વભરમાં હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓમાં ઝડરથી વધારો થયો છે. જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.
તમારા આહારમાં ઘી,ચરબી અને પ્રોસેસ્ડ ફૂડની વધુ માત્રાને કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે.
કોલેસ્ટ્રોલ વધવાથી છાતીમાં ભારેપણું,સ્નાયુમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ,હાર્ટ એટેક,સ્ટ્રોક,પેર્ફેરલ આર્ટરીની બીમારી થઈ શકે છે.
જો તમે હાઈ કોલેસ્ટ્રોલની બીમારીથી પરેશાન છો, તો ઈસબગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તે આંતરડામાં એક પાતળું પડ બનાવે છે. જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ શોષી શકતું નથી અને સવારે ટોઈલેટ સાથે બહાર નીકળી જાય છે
ઈસબગોળની ભૂકી પણ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદરૂપ છે અને તેની અસર થોડા અઠવાડિયામાં દેખાશે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી ઈસબગોળ મેળવીને દરરોજ તેનું સેવન કરો.