રાત્રે વહેલા ભોજન કરવાથી તમારા શરીરને કેલરી બર્ન કરવા અને સૂવાના સમય પહેલા ખોરાક પચાવવા માટે વધુ સમય મળે છે. આ વધુ પડતો ખોરક ખાવાથી રોકી શકે છે અને રાત્રે વધુ પડતુ કેલરી વાળું ખાવાનું ટાળીને વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
આપણા શરીરમાં એક કુદરતી આંતરિક ઘડિયાળ હોય છે જેને સર્કેડિયન રિધમ કહેવાચ છે, જે પાચન સહિત વિવધ શારીરિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.
સૂવાના સમયની ખૂબ વહેલા રાત્રિભોજન લહેવાથી અપચો અને અસ્વસ્થતા થઈને ઊંઘમાં વિક્ષેપ પડી શકે છે, સાંજે 7 વાગ્યા આસપાસ ડિનર કરવાથી તમારા શરીરને સૂતા પહેલા ખોરાક પચાવવા માટે પૂરતો સમય મળે છે.જે સારી ઊંઘ તરફ દોરી શકે છે.
રાત્રે વહેલા ડિનર કરવાથી તમારા બ્લડ સુગરના સ્તરને સ્થિર કરીને તણાવના સ્તરને ઘટાડીને તમારા મૂડને સુધારવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ વાંચતા રહો.