સવારે ખાલી પેટે અશ્વગંધા ખાવાથી મળશે આ ફાયદાઓ


By Smith Taral29, Feb 2024 02:57 PMgujaratijagran.com

આયુર્વેદમાં અશ્વગંધાને ઔષધીય ગુણોથી ભરપૂર ગણવામાં આવ્યો છે, અશ્વગંધામાં એન્ટીઓક્સિડન્ટ, લીવર ટોનીક, એન્ટી ઈન્ફલામેટરી અને એન્ટી- બેક્ટેરીયલ ગુણો જોવા મળે છે. જો તમે આને સવારે ખાલી પેટે લેશો તો ઘણા લાભ તમે મેળવી શકો છો.

તણાવ દૂર કરે છે

સવારે ખાલી પેટે અશ્વગંધાનુ સેવન કરવાથી શરીરમાં કોર્ટીસોલનું સ્તર ઓછુ થાય છે, આનાથી તણાવ ઓછો થાય છે.

થાઈરોઈડ માટે છે ફાયદાકારક

સવારે ખાલી પેટે અશ્વગંધાનું ખાવાથી થાઈરોડનું સ્તર નિયંત્રણમાં રહે છે.

ઈમ્યુનીટી વધારે છે

આના સેવન કરવાથી વાઈરલ ઈન્ફેકશન સામે રક્ષણ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

હૃદયનું સ્વાસ્થ્ય થશે સારુ

અશ્વગંધામા એન્ટીઓક્સિડન્ટ જે હૃદયને ફ્રી રેડીકલથી થતા નુકસાનથી બચાવે છે, અને હૃદય સંબધિત બિમારીયોથી દૂર રાખે છે.

ફર્ટીલીટી વધારે છે

આયુર્વેદમાં અશ્વગંધાને ફર્ટીલીટીની ક્ષમતા વધારવા માટે ઘણું ફાયદાકારક ગણાવ્યું છે. પૂરુષો જો આનું સેવન કરે તો તેમનું ટેસ્ટોસ્ટેરન્ટ લેવલ વઘે છે.

ઊંઘ સારી આવે છે

માનસિક સ્વાસ્થ્ય માટે પણ અશ્વાગંધાને ફાયદાકારક માનવામાં આવે છે. આના સેવનથી ઊંઘ પણ સારી આવે છે.

સાંધામાં દુખાવો

સવારમાં ખાલી પેટે આનું સેવન કરવામાં આવે તો સોજામાં અને સાંધાના દૂખાવામાં રાહત મળે છે.

સવારે ખાલી પેટ અશ્વાગંધા ખાવાથી તમને આ પ્રકારના લાભ મળી શકે છે. સ્વાસ્થય સંબધિત આવી વધુ જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

Weight Loss માટે શહેનાઝ ગિલનું આ છે ડાયેટ પ્લાન