હળદરવાળી ચા પીવાના અદ્ભુત ફાયદા છે, જાણવા માટે કરો અહીં એક ક્લિક


By Jivan Kapuriya12, Aug 2023 11:44 AMgujaratijagran.com

જાણો

તમારી સવારની દિનચર્યામાં હળદરની ચાને સામેલ કરો, તેમાં રહેલા ઔષધીય ગુણો તમને ઘણી બામારીઓથી દૂર રહેવામાં મદદ કરશે.

હળદર ચા

હળદરની ચા એક ડિટોક્સ ડ્રિંક છે,પરંતુ તેનું સેવન પ્રમાણસર કરો. આ કારણ છે કે હળદરનો ઉપયોગ આપણે અન્ય ખોરાકમાં પણ કરીએ છીએ, તેનું વધારે સેવનથી શરીર ગરમ થાય છે.

સોજો ઓછો કરે

હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન નામનું તત્વ પીડા અને બળતરા બંનને ઘટાડવામાં અસરકારક છે. આ સિવાય જ્યારે વરસાદની ઋતુમાં દુખાવો કે શરદી થાય તો એક કપ હળદરની ચા પીવો.

રોગપ્રતિકારક શક્તિ વધારે

હળદરમાં જોવા મળતા ઔષધીય ગુણો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. કોરોના દરમિયાન તમે સ્ટ્રોંગ રોગપ્રતિકારક શક્તિ માટે હળદરની ચા પી શકો છો.

સાંધાના દુખાવાની સારવાર

હળદરમાં મજબૂત બળતરા વિરોધી ગુણધર્મો છે જે બળતરા અને સોજો ઘટાડે છે.એટલા માટે હળદરની ચા સાંધાના દુખાવામાં બળતરા ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે

હળદરમાં રહેલ એન્ટાઓક્સિડેન્ટ ગુણ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જો તમે ઈચ્છો તો રાત્રે પણ હળદરવાળી ચા પી શકો છો.

કેન્સરનું જોખમ ઘટાડે

રિપોર્ટ અનુસાર હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન એક અસરકારક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે.જે કેન્સરને રોકવામાં મદદ કરે છે.

હળદર ચાની રેસીપી

હળદરની ચા બનાવવા માટે એક તપેલીમાં બે કપ પાણી લો અને તેમાં અડધી ચમચી હળદર અને એક ચપટી કાળા મરીનો પાવડર નાખીને સારી રીતે ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે તેને એક કપમાં ગાળી લોઅને તેમાં મધ અને લીંબુ ઉમેરો.

વાંચતા રહો

આવી વધુ રસપ્રદ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચીકુના આ અદ્ભુત ફાયદા તમને કોઈએ નહીં જણાવ્યાં હોય, જોણી લો જલ્દી