બ્રહ્મ મૂહર્તમાં ઉઠીને મંદિર જવાથી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ્ઞાન વધવા સાથે એકાગ્રતામાં પણ વૃદ્ધિ થાય છે. માનસિક વિકાસ થાય છે અને યાદશક્તિ વધે છે.
ઉગતા સૂર્યના સમયે મંદિર જવાથી સૂર્યના કિરણો તમારા શરીર પર પડે છે. જેથી શરીરમાં ઉર્જાનો વિકાસ થાય છે અને શારીરિક શક્તિ વધે છે.
દરરોજ નિયમિત મંદિર જવાથી મન શાંત થાય છે અને કોઈ પણ પ્રકારનો ભય દૂર થાય છે. આ સાથે નેગેટિવ વિચારો દૂર થવા સાથે પોઝિટિવિટીનો સંચાર થાય છે.
દરરોજ મંદિર જવાથી વ્યક્તિના અંદરની આંતરિક શક્તિ વધે છે અને તે સંકટોનો નિડર બનીને સામનો કરી શકે છે. આટલું જ નહીં, તેનું મન આધ્યાત્મ તરફ વળે છે.
દરરોજ નિયમિત મંદિર જવાથી ભગવાનની નજીક જવામાં મદદ મળ છે. જેથી ખોટા કામોથી આપોઆપ દૂર રહશે. આ સાથે જ પુષ્યની પ્રાપ્તિ થાય છે.
નિયમિત મંદિર જવાથી સંકલ્પ શક્તિ વધવા સાથે નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે. આટલું જ નહીં, તણાવથી પણ મુક્તિ મળે છે.