દરેક વ્યક્તિની હથેળીમાં અનેક રેખાઓ રહે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, આ રેખાઓ વ્યક્તિના જીવન વિશે ઘણું બધુ કહી જાય છે.
જે રીતે વ્યક્તિની કુંડળી જોઈને તેનું ભવિષ્ય ભાખી શકાય છે, તેવી જ રીતે હથેળીમાં રહેલા કેટલાક ચિહ્નો અને રેખાઓથી વ્યક્તિના વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે.
હસ્તરેખા શાસ્ત્રમાં આ વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે. જેનાથી જાણી શકાય છે કે, કોઈ વ્યક્તિનું જીવન કેવી રહશે અને તે કેટલી પ્રગતિ કરી શકશે?
હસ્તરેખા શાસ્ત્ર મુજબ, જીવન રેખાની જેમ દરેક વ્યક્તિની હથેળીમાં ધન રેખા એક સ્થાનથી શરૂ નથી નથી. હથેળીમાં અલગ-અલગ જગ્યાએથી અલગ-અલગ રેખાઓ અને પર્વતોથી મળીને ધન રેખા બને છે.
મોટાભાગે ધન રેખા હાથમાં સૌથી નાની આંગણીની નીચે એટલે કે બુધ પર્વત પરથી શરૂ થાય છે. જે દર્શાવે છે કે, વ્યક્તિ પાસે કેટલા પૈસા હશે?
જો તમારી હથેળીમાં જીવન રેખા, ભાગ્ય રેખા અને મસ્તિષ્ક રેખા મળીને M આકાર બનતો હોય, તો તે સંકેત છે કે, તમે 35 થી 55 વર્ષની વચ્ચે ખૂબ જ પૈસા કમાશો.
આ રેખાનો અર્થ છે કે, તમારા જીવનમાં લગ્ન બાદ ઝડપથી ધન આવશે. વિવાહ બાદ જ નોકરી કે ધંધામાં તમે આગળ વધશો.