પગને સુંદર અને સોફ્ટ બનાવવા માટે કેર કરવી ખૂબ જ જરૂરી છે. આ માટે રોજ રાત્રે સૂતા પહેલા તમારા પગની માલીશ કરવાથી તમને ઘણા ફાયદા મળે છે.
દિવસભરનો તણાવ દૂર કરવા માગો છો તો તમારા પગની માલીશ કરો. કોઇ પણ ગમતા તેલને નવશેકુ ગરમ કરીને પગ પર લગાવીને માલીશ કરવાથી તમને સ્ટ્રેસમાં રાહત મળશે.
બ્લડ સર્ક્યુલેશનનું રોકાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક ગણાય છે. રાત્રે સૂતા પહેલા પગની નવશેકા તેલથી માલીશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધી શકે છે.
કોઇને ક્યારેય પણ થાક લાગી શકે છે. હાલની લાઇફસ્ટાઇલમાં શરીરને થાક ખૂબ જ લાગી શકે છે. થાકથી છૂટકારો મેળવવા માટે સૂતા પહેલા પગની માલીશ કરવી.
પગની માલીશ કરવાથી ખરાબ મૂડ પણ સુધરી જાય છે. આ માટે રાત્રે સૂતા પહેલા રોજ મસાજ કરવાથી મૂડને સુધારવામાં મદદ મળે છે.
જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો પેગની મસાજ કરો. રોજ રાત્રે નવશેકા પાણીથી પગી માલીશ કરવાથી સ્ટ્રેસ અને થાક દૂર કરી શકાય છે, જે સારી ઊંઘ લાવવામાં તમારી મદદ કરે છે.
કોકોનટ ઓઇલ, ઓલિવ ઓઇલ, બદામ અથવા સરસવ તેલથી નવશેકુ ગરમ કરીને પગ પર લગાવો. હવે આંગળીથી પગ પર એન્ટિ ક્લોકવાઇસ, ક્લોકવાઇસ, ઉપર અને નીચેના ભાગમાં મસાજ કરો.