તમે ઘણા લોકોને રાત્રે સૂતા પહેલા પગના તળિયાની માલિસ કરતા હો છે.
આજે અમે તમને તેના કેટલા એવા ફાયદા વિશે જણાવીશું જે જાણીને તમે પણ પગની તળિયાનું માલિશ કરવાનું શરૂ કરી દેશો.
જે લોકોને વારંવાર આંખ ખૂલી જાય છે કે રાત્રે ઊંઘ નથી આવતી તેવા લોકો માટે આ મજાસ ખૂબ જ ફાયદાકારક છે.
રાતે સૂતા પહેલા પગના તળિયા માલિસ કરવાથી રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે. જે પગના સોજા અને થાકને દૂર કરે છે.
રાત્રે પગના તળિયા માલિશ કરવાથી સ્નાયુઓના દુખાવાની સાથે માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યાથી પણ રાહત મળે છે.
રાત્રે સૂતા પહેલા થોડી વાર પગના તળિયા માલિશ કરવાથી તણાવ ઓછો થાય છે.
તમારું રોજનું કામ પૂરું કર્યા પછી સૂતા પહેલા તમારા પગને હૂંફાળા સરસવના તેલથી માલિશ કરો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.