Acidity Relief Tips: શું તમને પણ ખાધા પછી થાય છે એસિડિટીની સમસ્યા? જાણો ઉપાય


By Vanraj Dabhi24, Jan 2025 06:24 PMgujaratijagran.com

એસિડિટીની સમસ્યા

ભોજન લીધા પછી ઘણા લોકોને એસિડિટીની સમસ્યા રહે છે. આનાથી બચવા માટે કેટલીક સરળ ટિપ્સ છે જે રાહત આપી શકે છે.

એસિડિટીમાં શું થાય?

ભોજન લીધા પછી ખાટા ઓડકાર, છાતીમાં બળતરા વગેરે એસિડિટીની સમસ્યાનું કારણ હોય છે.

એસિડિટીના કારણો

અતિશય ખાવું,વધુ પડતું તેલયુક્ત કે મસાલેદાર ખોરાક ખાવો, વધુ પડતું કેફીનનું સેવન, દારૂનું સેવન કરવું, તણાવને કારણે પણ એસિડિટી વધી શકે છે.

એસિડિટીથી છુટકારો શું કરવું?

દિનચર્યામાં કેટલીક સારી આદતો અપનાવો જેવી કે ખાધા પછી થોડીવાર ચાલવા જવાથી એસિડિટીની સમસ્યાથી બચી શકો છો.

ઘરેલું ઉપાય

એસિડિટીથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અસરકારક છે.

હર્બલ ટી

એસિડિટીથી રાહત મેળવવા માટે હર્બલ ટી એક ઉત્તમ કુદરતી ઉપાય છે. આ એસિડિટી અને પેટના દુખાવામાં રાહત આપે છે.

આનું સેવન ટાળો

એસિડિટીથી બચવા માટે કેફીન, ભોજન પછી ખાટા ફળો ખાવા, કાર્બોનેટેડ પીણાં, મસાલેદાર કે તળેલો ખોરાકનું સેવન ટાળો.

વરિયાળી ચાવો

ભોજન પછી થોડી વરિયાળી ચાવવાથી એસિડિટીથી છુટકારો મેળવી શકો છો.

દહીં અને છાશ

ભોજન કર્યા પછી એસિડિટી થતી હોય તો તમે થોડું દહીં અથવા છાશ પી શકો છો.

મિક્સ મસાલા

એસિડિટીથી છુટકારો મેળવા માટે તમે જીરું, મેથી, અજમાને શેકીને પીસી લો અને તેમાં સંચળ પાઉડર ઉમેરીને સેવન કરો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Saunf Water Benefits: વરિયાળીનું પાણી પીવાના ફાયદા