પેટના દરેક ખૂણાની સફાઈ કરશે, રોજ રાતે વરિયાળી સાથે આ બે મસાલાઆનું સેવન કરો


By Vanraj Dabhi08, Mar 2025 05:55 PMgujaratijagran.com

જીરું, અજમો અને વરિયાળી

ઘણા લોકો પેટ ખરાબ થવાથી બચવા અથવા પેટ સ્વસ્થ રાખવા માટે વરિયાળી ખાવાની સલાહ આપે છે. પરંતુ જો તમે તેની સાથે 2 વસ્તુઓનું સેવન કરો છો, તો તમને ખૂબ જ ફાયદો આપે છે.

પેટના દરેક ખૂણાને સાફ કરો

જો સવારે તમારું પેટ બરાબર સાફ ન થાય, તો તમારે વરિયાળી અને અન્ય બે મસાલાનું સેવન કરવું જોઈએ, જે તમારા પેટના દરેક ખૂણાને સાફ કરશે.

વરિયાળીનું સેવન

સામાન્ય રીતે લોકો ભોજન લીધા બાદ વરિયાળીનું સેવન કરે છે જેથી પાચન સંબંધિત સમસ્યાઓથી દૂર રહે છે.

ભોજન કર્યા પછી સેવન

ભોજન કર્યા પછી વરિયાળીની સાથે જીરું અને અજમાનું પણ સેવન કરવું જોઈએ. વરિયાળી સાથે આ બે વસ્તુઓનું ખાવાથી પેટ સાફ થાય છે.

મિશ્રણના ઘટકો

1 ચમચી વરિયાળીમાં 1 ચમચી જીરું અને 1 ચમચી અજમો ઉમેરી તેનો પાવડર તૈયાર કરો.

આ રીતે પાવડર તૈયાર કરો

સૌપ્રથમ વરિયાળી, જીરું અને અજમાને ધીમા તાપે શેકી પછી તેને મિક્સરમાં નાખીને પાવડર બનાવી લો.

આ રીતે સેવન કરો

ડિનર પછી દરરોજ 1 ગ્લાસ હુંફાળા પાણી સાથે 1 ચમચી પાવડરનું સેવન કરો. આમ કરવાથી સવારે પેટનો દરેક ખૂણો સાફ થઈ જશે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધીત વધું માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ શાકભાજી ખાવાથી પથરી થવાનું જોખમ