ઠંડીમાં સફેદ તલનું સેવન કરવાથી શરીરને સ્વાસ્થ્ય સંબઘિત ફાયદા મળે છે. તેના બીજમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે,જે શરીરને અનેક રોગોથી દૂર રાખે છે. ચલો તેના ફાયદા વિશે વિસ્તારથી જાણીએ.
સફેદ તલ ફાઈબર, આયરન, કેલ્શિયમ, જિંક, નિયાસન જેવા પોષકતત્વોથી ભરપૂર હોય છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે.
જો તમે બ્લડપ્રેશરની સમસ્યાથી હેરાન છો તો સફેદ તલનું સેવન કરો. તેમાં રહેલા મેગ્નેશિયમ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. સાથે સાથે આ હૃદય સંબઘિત સમસ્યાઓથી બચાવે છે.
હૃદય સંબઘિત સમસ્યાઓથી પિડીત લોકો સફેદ તલનું સેવન કરે તો ઘણુ લાભદાયી નિવડે છે. તેમા રહેલા એંટી ઓકિસડંટ અને એંટી ઈફલેમેટરી ગુણ હૃદયને સ્વસ્થ રાખે છે, સાથે તેના બીજોમાં રહેલા મોનોઅનસેચુરેટેડ ફેટી એસિડ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.
સફેદ તલ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જેથી તમારી બિમાર થવાની શક્યતા ઓછી થઈ જાય છે. તેના બીજમાં તાંબા, સેલેનિયમની માત્રા અધીક હોય છે. જે તમારા પૂરા શરીરને સ્વસ્થ રાખે છે.
સફેદ તલ શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂક કરે છે, જેનાથી હાંડકા મજબૂત થાય છે. આ માટે તલને શેકીને ખાઓ.