શિયાળામાં લોકો હોસે હોસે મગફળી ખાય છે. જો કે અમે તમને જણાવી દઈએ કે તેને ખાવું માત્ર ટાઈમપાસ નથી પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના ફાયદા વિશે.
પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં તેને ખાવાથી શરીરને શક્તિ મળે છે.
શિયાળામાં નિયમિત મગફળી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે જેના કારણે હ્રદય રોગનો ખતરો ઓછો થાય છે.
વિટામિન, પ્રોટીન, ફાઈબર, મિનરલ્સ, એન્ટીઑકિસડન્ટ વગેરેથી ભરપૂર મગફળીનું નિયમિત સેવન કરવાથી સ્કિન એલર્જીથી છુટકારો મળે છે.
શિયાળામાં વાતાવરણને કારણે શરદી-ઉધરસ થાય છે જેનાથી બચવા માટે મગફળી ખાઈ શકો છો. મગફળી શરીરને અંદરથી ગરમ રાખવાનું કામ કરે છે.
મગફળીમાં મેંગેનીઝ, કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
મગફળીમાં કેલ્શિયમ અને વિટામિન ડી મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે. મગફળી શિયાળામાં હાડકા અને માંસપેશીઓના દુખાવામાં રાહત આપે છે.
મગફળીમાં પોલીફેનોલિક એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
તમે પણ મગફળીનું સેવન કરો અને સ્વસ્થ રહો, સ્ટોરી ગમે તો શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.