Benefits Sesame Seeds: રોજ 1 ચમચી સફેદ તલ ખાવાના અદ્ભુત ફાયદા


By Vanraj Dabhi20, Oct 2024 07:49 PMgujaratijagran.com

સફેદ તલના ફાયદા

બદલાતી ઋતુમાં સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે આપણે અનેક પ્રકારની વસ્તુઓ ખાતા હોઈ છીએ. એમાનું એક સફેદ તલ છે, જે અનેક ગુણોથી ભરપૂર છે. એક ચમચી સફેદ તલ ખાવાથી ઘણા ફાયદા મળી શકે છે.

પોષક તત્વો

સફેદ તલમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.

પાચન સુધારે

સફેદ તલમાં ફાઈબર હોય છે. તેથી તેનું સેવન કરવાથી પાચનક્રિયા સુધારવામાં મદદ મળે છે.

શરીરમાં એનર્જી લાવે

દરરોજ 1 ચમચી સફેદ તલનું સેવન કરવાથી શરીરમાં થાક અને તણાવ ઘટાડે છે. તેમજ શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે.

ત્વચા માટે ફાયદાકારક

સફેદ તલમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, તેથી તેનું સેવન ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

હાડકાં મજબૂત કરે

કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર સફેદ તલનું સેવન કરવાથી હાડકાંને સ્વસ્થ અને મજબૂત બને છે.

એનિમિયામાં ફાયદાકારક

એનિમિયાની સમસ્યા દરમિયાન રોજ 1 ચમચી સફેદ તલનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે.

કેવી રીતે સેવન કરવું?

દરરોજ એક ચમચી શેકેલા સફેદ તલ ચાવી શકો, તમે તલના લાડુ પણ બનાવીને ખાઈ શકો છો.

નિષ્ણાતની સલાહ

શરીર સંબંધિત સમસ્યાઓમાં નિષ્ણાતની સલાહ લીધા પછી જ સફેદ તલનું સેવન કરો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Health Benefits: દરરોજ દાળ-ભાત ખાવાથી શરીરમાં શું ફેરફાર થાય છે?