Health Benefits: દરરોજ દાળ-ભાત ખાવાથી શરીરમાં શું ફેરફાર થાય છે?


By Sanket M Parekh20, Oct 2024 03:55 PMgujaratijagran.com

દાળ-ભાત

દાળ-ભાત ભારતીય વાનગીઓનો અભિન્ન હિસ્સો છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ હોય છે.

દાળ-ભાત ખાવાથી શું થાય?

આજે અમે તમને જણાવીશું કે, દરરોજ દાળ-ભાત ખાવાથી શરીરમાં શું ફેરફાર થાય છે? તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ...

કબજિયાતમાં રાહત

જો તમે દરરોજ દાળ-ભાત ખાતા હોવ તો તેનાથી કબજિયાત, એસિડિટી અને અપચા જેવી સમસ્યામાં રાહત મળે છે, કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળે છે.

હેલ્ધી હાર્ટ

દાળ-ભાતમાં ફૉલેટ હોય છે. જેના કારણે દાળ-ભાત ખાવાથી હાર્ટ હેલ્ધી બને છે અને હ્રદય રોગનો ખતરો ટળે છે.

વેટ લૉસ

જો તમે મોટાપાથી પરેશાન હોવ તો એવામાં તમારે દાળ-ભાત વધારે ખાવા જોઈએ. દાળ-ભાતમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે.

સ્ટ્રોન્ગ ઈમ્યુનિટી

દાળ-ભાતમાં વિટામિન્સ અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં છે. જે ઈમ્યુન સિસ્ટમને સ્ટ્રોન્ગ બનાવે છે. જેથી તમે દરરોજ દાળ-ભાત ખાઈ શકો છો.

મજબૂત હાડકા

હાડકા મજબૂત બનાવવા માટે દાળ-ભાત કોઈ રામબાણથી કમ નથી. જે કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપુર હોય છે.

તણાવ ઘટાડે

દાળ-ભાતમાં રહેલ ટ્રિપ્ટોફેન સ્ટ્રેસને ઘટાડવાનું કામ કરે છે. એવામાં જો તમે દરરોજ દાળ-ભાત ખાશો, તો તેનાથી તમારો મૂડ પણ ફ્રેશ રહેશે.

Almonds Side Effects: આ લોકોએ બદામ ના ખાવી જોઈએ, ફાયદાની જગ્યાએ થશે નુકસાન