અંજીરમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જેવા કે, ફાઈબર, ઝિંક, મેંગેનીઝ, એન્ટીઓક્સીડેન્ટ અને આયર્ન. પલાળેલા અંજીર ખાવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. આવો જાણીએ ડાયેટિશિયન સિમરન સેનીજી પાસેથી દરરોજ 2 પલાળેલા અંજીર ખાવાથી કેવા ફાયદા મળે છે
અંજીરમા કેલ્શિયમનુ પ્રમાણ ભરપૂર હોય છે આ સિવાય તેમા, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવે છે.
અંજીરમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાઈબરની હાજરી હોર્મોનલ ઈમ્બેલેન્સ અને પીરિયડના દુખાવામાં રાહત આપે છે. તેના સેવનથી મહિલાઓની પ્રજનન ક્ષમતામાં પણ સુધારો થાય છે.
ફાઈબરયુક્ત ખોરાક શરીરના પાચનને સારુ કરવામાં મદદ કરે છે. અંજીરમાં સારી માત્રામા ફાઈબર રહેલું હોય છે. જો તમે દરરોજ પલાળેલા અંજીરનું સેવન કરો છો તો કબજિયાત, ગેસ અને એસિડિટીમા રાહત મળે છે.
અંજીરમાં રહેલું પોટેશિયમ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
અંજીરમાં રહેલુ એન્ટીઓક્સીડેન્ટ્સ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. આના સેવનથી હૃદયની બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.
અંજીરમાં રહેલું કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા ગુણો શરીરના મેટાબોલિઝમને વધારે છે, અને મેટાબોલીઝમને સુધારે છે