ઘી સ્વાદમા ખૂબ જ લાજવાબ હોય છે તથા તેના સેવનથી શરીરને અનેક ફાયદા મળે છે. ઘીને કેટલીક વસ્તુઓ સાથે ખાવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. ચલો તેનાથી મળતા ફાયદાઓ વિશે જાણીએ.
દેશી ઘીમા વિટામિન એ, કેલ્શિયમ તથા પોટેશિયમ જેવા ગુણ રહેલા હોય છે.
ઘીની સાથે લસણનુ સેવન કરવાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત તેનાથી રોગપ્રતિકારક શક્તિમા પણ વધારો થાય છે. આ માટે રોજ 3 લસણની કળી ઘીમા નાખીને તેનુ સેવન કરો.
ઘીની સાથે તુલસીના પત્તાઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તુલસીના પત્તામા રહેલા ઔષધિય ગુણ બ્લડ શુગરને નિયંત્રણમા રાખે છે.
ઘી અને તજના સેવનથી બ્લડ શુગરને નિયંત્રણમા રાખી શકાય છે. તેમા રહેલા એંટી બેક્ટેરિયલ ગુણ ગેસ, કબજિયાત તથા અપચા જેવી સમસ્યાથી છૂટકારો અપાવે છે.
ઘી અને કપૂર પિત્ત અને કફની સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત ઘી અને કપૂર બન્નેના સેવનથી પાચનતંત્ર મજબૂત બને છે.
હળદરની સાથે ઘીનુ સેવન હાર્ટ માટે ફાયદાકારક છે. આ ઉપરાંત ઘી અને હળદરના સેવનથી કિડની પણ સ્વસ્થ રહે છે.