વાસી રોટલી ખાવાથી પણ આ ફાયદા મળે છે


By Jivan Kapuriya28, Aug 2023 05:19 PMgujaratijagran.com

વાસી ખોરાક

આમ તો વાસી ખોરાક નહીં ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને ફ્રીજમાં રાખેલ વાસી ખોરાકને ખાવું યોગ્ય નથી માનવામાં આવતું.

વિટામિન અને પોષક તત્વો

ઘઉંના લોટમાંથી બનેલી રોટલીમાં વિટામિન અને પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેમાં વિટામિન બી,આયર્ન,કેલ્શિયમ,મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.

સુગર અને બીપી કંટ્રોલ

વાસી રોટલી ખાવાથી સુગર અને બીપી કંટ્રોલમાં રહે છે.જો વાસી રોટલી દૂધ સાથે ખાવામાં આવે તો વધુ ફાયદો થાય છે.

એસિડિટીમાં રાહત

મસાલેદાર ખોરાક ખાવાથી ઘણીવાર એસિડિટીની સમસ્યા થાય છે. તેનાથી બચવા માટે તમે સવારે દૂધ સાથે વાસી રોટલી ખાઈ શકો છો.

વજન નિયંત્રિત રાખે

વાસી રોટલીમાં કેલરી અને ચરબી ઓછી માત્રામાં જોવા મળે છે. જો કે ફાઈબર,પ્રોટીન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનાથી તમારું વજન નિયંત્રણમાં રહે છે.

તાપમાન નિયંત્રિત રહેશે

ઠંડા દૂધમાં વાસી રોટલી નાખીને ખાવાથી પણ શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. ખાસ કરીને ઉનાળામાં તેને ખાવાથી વધુ ફાયદો થાય છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

વિટામિન B12થી ભરપૂર શાકાહારી ખોરાક