સવારે ફણગાવેલા મગ ખાવાના ફાયદા


By Vanraj Dabhi24, Mar 2024 08:25 PMgujaratijagran.com

મગનું સેવન

મગનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા ગુણ શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે, ચાલો જાણીએ.

પોષક તત્વો

તેમાં વિટામિન-બી6, વિટામિન-સી, આયર્ન, ફાઈબર, કોપર, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

રોગપ્રતિકારક શક્તિ

જો તમે દરરોજ પલાળેલી મગનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

પાચન સુધારે

મગમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે.તેને સવારે પલાળીને ખાવાથી પાચનમાં સુધારો થાય છે.

વજન ઘટાડે

જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો તમે પલાળેલી મગનું સેવન કરી શકો છો.

એનિમિયા

જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો તમે આયર્નથી ભરપૂર પલાળેલ મગનું સેવન કરી શકો છો.જે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.

કેવી રીતે સેવન કરવું

આ માટે રાત્રે સૂતા પહેલા મગને ધોઈને પાણીમાં પલાળી રાખો. હવે બીજા દિવસે સવારે તેનું પાણી ગાળી લો અને કાચી મગ ખાવ.

ક્યારે ખાવા

તમે ઈચ્છો તો મગમાં ડુંગળી, ટામેટા, લીલા મરચા અને મીઠું ઉમેરીને પણ ખાઈ શકો છો. તેને સવારે ખાલી પેટ ખાવું ફાયદાકારક માનવામાં આવે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દૂધમાં આ વસ્તુ ઉમેરીને તેને વધુ પૌષ્ટિક બનાવો