સ્વચ્છ રહેવા માટે પૌષ્ટિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. આ પદાર્થોના સેવનથી શરીરને એનર્જી મળે છે. આવો જાણીએ પલાળેલા અખરોટ ખાવાથી શું ફાયદા થાય છે?
અખરોટામં વિટામિવન,મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તેને પલાળીને ખાલી પેટે ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
અખરોટમાં પૂરતી માત્રામાં ફાઈબર હોય છે. તેને ખાલી પેટ ખાવાથી કબજિયાત મટે છે. આ સિવાય પાચનક્રિયા પણ સારી રહેશે.
દરરોજ 2 થી 3 અખરોટનું સેવન કરવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે અખરોટ ખૂબ જ ફાયદાકારક છે.
અખરોટમાં આલ્ફા-લિનોલેનિક એસિડ જોવા મળે છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
અખરોટમાં પૂરતી માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.આ સિવાય તે ખરાબ કોલેસ્ટ્રોલને પણ બરાબર કરે છે.
અખરોટમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે.તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
જો તમે તણાવથી પરેશાન છો તો તમે પલાળેલા અખરોટનું સેવન કરી શકો છો.તે તણાવને દૂર કરીને સારી ઊંઘ મેળવવામાંમદદ કરે છે.
તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.