અંજીર કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ,કોપર અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સનો સારો સ્ત્રોત છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ઉનાળામાં તેનું સેવન કરવું તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. આવો જાણીએ
અંજીર ફાઈબરનો સારો સ્ત્રોત છે. આવી સ્થિતિમાં તેને પલાળીને ખાવાથી પેટની અનેક બીમારીઓથી રાહત મળે છે. તે ગેસ,એસિડડિટી અને કબજિયાતમાં રાહત આપે છે.
અંજીરમાં ઓમેગા -3 ફેટી એસિડ જોવા મળે છે જે તમારા હૃદયને સ્વસ્થ બનાવે છે. તેને રોજ પલાળીને ખાલી પેટે ખાઈ શકાય છે.
તેને આહારમાં સામેલ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. તમે તેને દૂધમાં પલાળીને ખાઈ શકો છો.
અંજીર ખાવાથી મેટાબોલિઝમ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ મેટાબોલિઝમ સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
આમાં કેલ્શિયમ મળી આવે છે, જે હાડકા અને દાંતના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકરક છે.આવી સ્થિતિમાં તમારે આહારમાં અંજીરનો સમાવેશ કરવો જોઈએ.
તેની અંદર ખૂબ જ સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે. પલાળેલા અંજીરનું સેવન કરવાથી ક્રોનિક કબજિયાતમાં રાહત મળે છે.
અંજીરમાં રહેલ ઝિંક,મેંગેનીઝ,મેગ્નેશિયમ અને આયર્ન જેવા ખનિજ તત્વો મળી આવે છે, મહિલાઓની પ્રજનન શક્તિ વધારે છે.