કિશમિશ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે. જેને પાણીમાં પલાળીને સવારે પીવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. તો ચાલો જાણીએ કે, કિશમિશ કંઈ-કંઈ બીમારીઓમાં ફાયદાકારક છે.
કિશમિશમાં પોટેશિયમ, આયરન, કેલ્શિયમ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે શરીરની અનેક બીમારીઓમાં લડવામાં મદદ કરે છે.
કબજિયાતના દર્દીઓ માટે કિશમિશનું પાણી ફાયદેમંદ મનાય છે. આ ઉપરાંત તે એસિડિટી અને થાકની સમસ્યામાં પણ છૂટકારો અપાવે છે.
દરરોજ સવારે કિશમિશનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરી શકાય છે. જેના સેવનથી હાર્ટ સબંધી બીમારીઓનો ખતરો ઓછો થાય છે.
સવારે ઉઠીને કિશમિશના પાણીનું સેવન કરવાથી તાવમાં રાહત મળે છે. આ સાથે જ શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળે છે.
જો તમારા શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય, તો કિશમિશનું પાણી પીવું જોઈએ. દરરોજ આમ કરવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે.
દરરોજ સવારે કિશમિશનું પાણી પીવાથી સ્કિન પરથી કરચલી દૂર થવા લાગે છે. આ સાથે ચહેરા પર નેચરલી ગ્લો આવે છે.
રાતે કિશમિશને પાણીમાં પલાળીને રાખો. સવારે આ પાણી પીવાથી લિવર ડિટૉક્સ થાય છે. જેના સેવનથી ફેટી લિવરની સમસ્યામાંથી પણ છૂટકારો મળી શકે છે.