એન્ટીઓક્સીડેન્ટ્સ,મેગ્નેશિયમ,પોટેશિયમ,કેલ્શિયમ,આયર્ન,ફાઈબર,પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર એલચીનું સેવન કરવાથી ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.ચાલો જાણીએ લીલી ઈલાયચીને પલાળીને ખાવાથી શું ફાયદા મળે છે.
પાયોરિયાની સમસ્યાને કારણે શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે.તેથી રોજ પાણીમાં પલાળેલી એલચી ખાવાથી પણ શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
તે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરીને હૃદયના રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.તદ્દ ઉપરાંત તે શરીરમાં લોહીના ગંઠાઈ જવાના જોખમને પણ ઘટાડે છે.
એલચીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરના બ્લડ પ્રેશરનું સ્તર નિયંત્રિત કરે છે.આ ઉપરાંત તેનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે.
તેથી રોજ પાણીમાં પલાળેલી એલચીનું સેવન કરવાથી પેટ ઠંડુ થાય છે અને અલ્સરથી રાહત મળે છે.
એલચીમાં મેગ્નેશિયમ,પોટેશિયમ,કેલ્શિયમ હોય છે, રોજ 2 પલાળેલી એલચી ખાવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે.
ગેસ,એસિડિટી,અપચોથી પીડિત લોકો માટે પલાળેલી ઈલાયચી કોઈ રામબાણ દવાથી ઓછી નથી.તેમાં રહેલ ફાઈબર પાચન શક્તિને મજબૂત બનાવે છે.
પલાળેલી એલચીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.એલચી હાઈ બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ છે.
તમે પલાળેલી એલચી ખાવાથી પણ આ ફાયદા મેળવી શકો છો.સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.