તલ પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ જો તેને શેકીને ખાવામા આવે તેના વધુ ફાયદા મળી શકે છે. ચાલો જાણીએ તેને ખાવાના ફાયદા.
શેકેલા તલને ખાલી પેટે સેવન કરવાથી ખૂબ જ ફાયદા મળે છે અને તે પચવામા પણ સરળ હોય છે.
ખાલી પેટે શેકેલા તલ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે કારણ કે તલમાં મેગ્નેશિયમ હોય છે જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે.
શેકેલા તલ ખાવાથ તમે હાડકાંને મજબૂત રાખી શકો છો કારણ કે તલમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે
તલમાં વિટામિન B રહેલુ હોય છે તેને ખાલી પેટે ચાવવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે અને દાંતને સ્વસ્થ રાખે છે.
કબજિયાતથી રાહત મેળવવા માટે ખાલી પેટે શેકેલા તલ ખાઓ. તલના બીજમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે, જે કબજિયાતમાં ફાયદાકારક છે.
લાઈફસ્ટાઈલ સ્ટોરીસ માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ