નવરાત્રીમાં સાત્વિક ભોજન ખાવાથી તમને મળશે આ 7 ફાયદા, આવો જાણીએ


By Vanraj Dabhi17, Oct 2023 12:44 PMgujaratijagran.com

શારદીય નવરાત્રી પર્વ

શારદીય નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ગયો છે. આ તકે લોકો દેવી દુર્ગાની પૂજા કરે છે અને 9 દિવસ સુધી વ્રત રાખે છે. આ અવસર પર લોકો સાત્વિક ખોરાક ખાય છે જેમાં ડુંગળી અને લસણ જેવી વસ્તુઓનું સેવન ટાળવામાં આવે છે. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આવો જાણીએ.

પાચનમાં સુધારો

સાત્વિક ખોરાક પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે.

ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરે

સાત્વિક ખોરાક ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે ઉપરાંત તે અનેક પ્રકારના રોગો સામે લડવામાં મદદ કરે છે. આ માટે ઉપવાસમાં પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરો.

વજન કંટ્રોલ કરે

સાત્વિક ખોરાક વજન ઘટાડવામાં પણ ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. આ તકે તમે તમારા આહારમાં ઓછી કેલરીવાળા ખોરાકનો સમાવેશ કરી શકો છો.

એનર્જી જાળવી રાખે

સાત્વિક ખોરાક આપણા શરીરમાંથી આળસ અને થાક દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તે દિવસભર શરીરને ઉર્જાવાન રાખે છે.

શરીરને ડિટોક્સ કરે

સાત્વિક ખોરાક શરીરને ડિટોક્સ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનાથી માથાનો દુખાવો, થાક અને ખીલ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

માનસિક સ્વાસ્થ્ય માટે સારું

સાત્વિક ભોજન તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે વધુ સારું છે. તે મનને શાંત રાખવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

ત્વચા માટે ફાયદાકારક

સાત્વિક ખોરાક માત્ર શરીરને જ નહીં પરંતુ ત્વચાને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કારણ કે સાત્વિક ખોરાક જેમ કે ફળો અને શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ વગેરે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

વાંચતા રહો

નવરાત્રી પર સાત્વિક આહાર ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, સ્ટોરી ગમે તો શેર કરો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

નવરાત્રીના ઉપવાસ દરમિયાન સાબુદાણામાંથી આ વિવિધ ટેસ્ટી વાનગીઓ બનાવો