ઘી વિટામિન A,વિટામિન E અને વિટામિન K થી ભરપૂર હોય છે.તે રોટલી પર લગાવીને ખાવાથી તેના પોષક તત્વોમાં વધારો થાય છે,ચાલો તેના અનેક સ્વાસ્થ્ય લાભ વિશે જાણીએ.
ઘી વાળી રોટલી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
રોટલી પર ઘી લગાવ્યા બાદ તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચે આવે છે. આ ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે અને તંદુરસ્ત કોલેસ્ટ્રોલ પણ વધારી શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે દેશી ઘી સાથે રમ રોટલી ખાવાથી આંતરડાની તંદુરસ્તી સારી રહે છે.
ઘી પોષક તત્ત્વો અને સંતૃપ્ત ચરબીથી ભરપૂર હોવાથી તે મગજ,હાડકાં અને નર્વસ સિસ્ટમના સ્વસ્થ કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઘી રોટલી ગ્લાયકેમિક લોડ (GL) ઘટાડવામાં મદદ કરે છે,તેથી તેનું સેવન કરવાથી શરીરમાં એનર્જી લેવલ વધે છે.
ઘી બ્યુટીરિક એસિડથી સમૃદ્ધ છે તેથી ઘી વાળી રોટલી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે.
ઘી મેટાબોલિઝમ વધારે છે અને રોટલીમાં ભરપૂર ફાઈબર હોય છે. તેથી રોજ ઘી વાળી રોટલી ખાવાથી કબજિયાત મટે છે.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.