ઘી અને ગોળમાં શેકેલા મખાનાનું સેવન કરવાથી બૉડીને અંદરથી મજબૂતી મળે છે અને ઈમ્યૂન પાવર ઝડપથી વધે છે. સારી ઈમ્યૂનિટી તમને અનેક પ્રકારની વાયરલ બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
મખાના અને ઘી બન્નેમાં એન્ટી ઑક્સીડેન્ટ્સ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જેના કારણે ઘી અને ગોળમાં શેકાલા મખાના ખાવાથી બૉડીમાં કોઈ પણ પ્રકારની એલર્જી અને સ્કિન રિએક્શન નથી થતું.
ખરાબ હવામાનના કારણે ઘણી વખત ગળું ખરાબ થવા લાગે છે. એવામાં ઘી અને ગોળમાં શેકેલા મખાના નાસ્તા તરીકે ખાવા ફાયદેમંદ મનાછે. આ મિશ્રણમાં એન્ટી બેક્ટેરિયલ અસર હોય છે. જે ગળાને ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરી શકે છે.
પાચન સબંધી સમસ્યાઓ માટે ઘી અને ગોળનું મિશ્રણ ફાયદેમંદ મનાય છે. ઘી અને ગોળમાં શેકેલા મખાના અનેક એવા પોષક તત્વોથી ભરપુર હોય છે. જે પાચન તંત્રને મજબૂત કરીને કબજિયાત અને પેટમાં દુખાવા જેવી સમસ્યામાં આરામ અપાવી શકે છે.