જામફળનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળ ખાવાથી ઘણા પોષક તત્વો મેળવી શકાય છે. જામફળ ખાવામાં ટેસ્ટી હોવા ઉપરાંત અનેક નાની-મોટી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.
જામફળમાં વિટામિન C, A, E સહિત પ્રોટીન અને ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે.
શેકેલા જામફળમાં ફાઈબર હોય ચે જે પાચનતંત્ર માટે ફાયદાકારક માનવામાં આવે છે.
એન્ટી-ઓક્સીડેન્ટ ભરપૂર જામફળ ખાવાથી મેટાબોલિઝમ વધારીને વજન ઘટાડવામાં મદદ મળે છે.
શેકેલા જામફળ ખાવાથી શરીરમાં એનર્જી વધારે છે. તેનાથી શરીરમાંથી નબળાઈ અને થાક દૂર થઈ શકે છે.
શેકેલા જામફળનું સેવન પેટ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાંથી મળતું અર્ક પેટમાં એસિડિક પીએચ ઘટાડે છે, જેનાથી પેટ ફૂલવાની સમસ્યા ઓછી થઈ શકે છે.
શેકેલા જામફળ ખાવાથી શરદી અને ઉધરસની સમસ્યાથી બચી શકાય છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.