Ginger Benefits: શિયાળામાં આદુને શેકીને ખાવાથી સ્વાસ્થ્યને થશે જાદુઈ ફાયદા


By Sanket M Parekh04, Dec 2024 03:53 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

શેકેલું આદુનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં રહેલ વિટામિન C શરીરને સંક્રમણ તેમજ સિઝનલ બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. તો ચાલો ફિટ ક્લિનકના ડાયેટિશિયન ડૉ. સુમન પાસેથી શેકેલું આદુ ખાવાના અન્ય ફાયદા વિશે જાણીએ...

પાચન તંત્ર મજબૂત બનાવે

આદુમાં રહેલ ફાઈબર પાચનને સુધારવાનું કામ કરે છે. ભોજન બાદ શેકેલુ આદુ ખાવાથી પેટમાં દુખાવો, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યા દૂર થાય છે. આથી ખાધા પછી શેકેલું આદુ અચૂક ખાવું જોઈએ.

વજન ઉતારવામાં મદદરૂપ

જો તમે વજન ઉતારવા માંગતા હોવ, તો તમારે શેકેલા આદુને તમારી ડાયટમાં સામેલ કરવું જ રહ્યું. આદુમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે ભૂખને કંટ્રોલમાં રાખે છે. જેનાથી બેલી ફેટ ઉતારવામાં મદદ મળે છે.

સાંધાનો દુખાવો દૂર કરે

શેકાલા આદુમાં એનાલ્જેસિક અને એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ હોય છે. જે સોજા, સાંધા જકડાઈ જવા તેમજ સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

બ્લડ સુગર કંટ્રોલ કરે

શેકેલું આદુ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે. જે શરીરમાં ઈસ્યુલિનના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

સિઝનલ બીમારીઓથી બચાવે

ઋતુ બદલાવાની સાથે જ આદુનો ઉકાળો પીવો જોઈએ, જે શરદી-ઉધરસ અને તાવ જેવી સિઝનલ બીમારીથી બચાવે છે. આદુ શરીરમાં ગરમી પેદા કરે છે અને બીમારીઓ દૂર રહે છે.

ગેસથી છૂટકારો

શેકેલા આદુનું સેવન ગેસ અને ખાટા ઓડકારની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. આથી ખાધા પછી શેકેલા આદુનો ટૂકડો ચાવી જવાથી ખોરાક સરળતાથી પચી જાય છે.

શરીરના સોજા ઉતારે

આદુમાં રહેલ એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ શરીરના સોજા ઉતારવાનું કામ કરે છે. જેનાથી દુઃખાવો દૂર થાય છે.

સાવધાન! વધારે પડતી બદામ ખાવાથી થાય છે નુકસાન