જીરામાં ઘણા પોષકતત્વો રહેલા જેવા કે કોપર, આર્યન, કાર્બ્સ, વિટામીન સી,કે અને ઈ, જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. જો શેકલા જીરાને ગરમ પાણી સાથે પીવામાં આવે તો ઘણી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
શેકેલા જીરાને એક ગ્લાસ ગરમ પાણીમાં નાખી તેમાં સહેજ મીઠાશ ઉમેરવા અને મધ એડ કરો, આ સિવાય તેમાં લીંબુ પણ ઉમેરી શકાય છે, આના સેવનથી વજન ઓછું કરવામાં મદદ મળે છે
શેકેલું જીરું ગરમ પાણી સાથે ખાવાથી એનિમિયા જેવી સમસ્યાથી પણ બચી શકાય છે, આના સેવનથી લાલ રક્તકણોની માત્રા વધે છે.
જીરામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે પાચન સુધારીને પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ સિવાય જીરું પ્રકૃતીમાં ઠંડુ હોવાથી પેટની ગરમી પણ દૂર કરી શકાય છે.
શેકેલા જીરામાં વિટામિન સી મળી આવે છે, જે ત્વચાને યંગ રાખે છે અને ચહેરા પર પણ ગ્લો આવે છે.
જો તમે વાળને લગતી સમસ્યાઓથી પરેશાન હોવ તો જીરુ અને ગરમ પાણી પીવું તમારી માટે ફાયદાકારક છે તેના સેવનથી વાળ ખરવાને નિયંત્રિત કરી શકાય છે.
શેકેલું જીરામાં વિટામિન A રહેલું હોય છે, જે આંખોના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટેનું જરુરી વિટામીન છે
જીરુંનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ જળવાઈ રહે છે અને તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.