દહીં-ભાત ખાવાના આ અદ્ભુત ફાયદા જાણી લો


By Smith Taral28, Jan 2024 03:47 PMgujaratijagran.com

દહીં-ભાત

દહીં-ભાત ભારતીય ભોજનમાં ઘણા પ્રખ્યાત માનવામાં આવે છે. ઘણા લોકો તેને સાથે ખાય છે, જોકે એક ઘણી સારી વાત છે કારણ કે આ ખાવાથી તમે વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો. ચાલો જાણીએ દહીં-ભાત ખાવાના ફાયદા

પૌષ્ટિક છે દહીં-ભાત

દહીં-ભાત બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો બંનેને એકસાથે ભેળવીને ખાવામા આવે તો એ વધુ પૌષ્ટિક ખોરાક બની જાય છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે

ભાત અને દહીં એકસાથે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જે ચેપ સામે લડવામાં મદદરૂપ બને છે.

હાડકાં કરશે મજબૂત

ચોખા અને દહીંમાં કેલ્શિયમ હોય છે, જેથી તેના સેવનથી શરીરના હાડકાં મજબૂત બને છે.

You may also like

હોમ મેઇડ કાઠિયાવાડી દહીં તિખારી

બચેલા ભાતમાંથી માત્ર 5 મિનિટમાં બનાવો ટેસ્ટી કટલેટ

વજન ઓછુ થાય છે

વજન ઘટાડવા માટે દહીં અને ભાતનું સેવન પણ કરી શકાય છે કારણ કે તેમાં ફાઈબર હોય છે, જે તમને લાંબા સમય સુધી ભૂખ્યા રાખે છે.

થાક કરશે દૂર

દહીં અને ભાતનું સેવન કરવાથી તમારો થાક જલદી ઉતરી જાય છે. દહીં અને ચોખામાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે, જે થાકને દૂર કરે છે.

લાઈફસ્ટાઈલના અન્ય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે.

વજન ઘટાડવા માટે દૈનિક આ 8 કસરતો કરો