ભારતીય રસોડામાં વપરાતું લસણ તેના તીખા સ્વાદ માટે જાણીતું છે, લસણમાં ઘણા ઔષધીય ગુણો પણ જોવા મળે છે.
કાર્બોહાઈડ્રેટ્સ,કોપર,ફોસ્ફરસ,ડાયેટરી ફાઈબર,પ્રોટીન,વિટામિન સી,ઓમેગા 6 જેવા ઘણા પોષક તત્વો લસણમાં મળી આવે છે.
એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર હોવાથી લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં મુક્ત રેડિકલને તટસ્થ કરીને ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે.
પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે રોજ લસણ ખાવ, તે પાચન સુધારવાની સાથે જઠરાંત્રિય ચેપથી બચાવે છે.
દરરોજ લસણ ખાવાથી તમે કેન્સરના જોખમને અમુક હદ સુધી ઘટાડી શકો છો. જેમાં પાચન તંત્રને લગતા કેન્સરનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
લસણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાનું કામ કરે છે.
દરરોજ લસણની કળીઓ ખાવાથી તમે એસિડીટીની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.