ઘણા લોકો નાસ્તામાં પૌવા ખાતા હોય છે, પરંતુ તેના ફાયદા વિશે નહીં જાણતા હોય, ચાલો આજે અમે તેમને તેના ફાયદા વિશે જણાવીશું.
પૌવામાં વિટામિન્સ, ફાઈબર, મિનરલ્સ વગેરે પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે.
આજે અમે તમને નાસ્તામાં દરરોજ પૌવા ખાવાના સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીશું.
ફાઈબરથી ભરપૂર પૌવાનું સેવન કરવાથી પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે, જે કબજિયાત અને અપચો જેવી સમસ્યાથી બચાવે છે.
રોજ નાસ્તામાં પૌવા ખાવાથી શરીર મજબૂત બને છે, જેથી શરીરને થાક અને નબળાઈથી બચાવે છે.
પૌવામાં અમુક માત્રામાં પ્રોટીન પણ જોવા મળે છે. તેથી રોજ તેનું સેવન કરવાથી સ્નાયુઓની વૃદ્ધિમાં મદદ મળે છે.
હેલ્થ એક્સપર્ટના મતે રોજ પૌવાનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
પૌવામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેથી તેનું રોજ સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ નથી થતી.
પૌવા એ લો ગ્લાયસેમિક ખોરાક છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધતું નથી
હેલ્થ એક્સપર્ટના મતે રોજ સવારે નાસ્તામાં પૌવા ખાવાથી ત્વચામાં સુધારો આવે છે.
આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે નિષ્ણાતની સલાહ લો.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.