બ્રેકફાસ્ટમાં પૌંઆ ખૂબ જ સારો વિકલ્પ છે. આ ઝડવથી બનીને તૈયાર થઇ જાય છે અને સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે આના ફાયદા જાણીને હેરાન થઇ જશો.
નાસ્તમાં પૌંઆ ખાવાથી માણસમા એનર્જી વધી જાય છે. પૌંઆમાં કાર્બોહાઇડ્રેટ્સ રહેલા હોય ચે, જે શરીરને એનર્જી આપે છે.
પૌંઆ હળવો ખોરાક છે, આને ખાવાથી પેટ ભારે નથી લાગતું. તેની સાથે જ આ સરળતાથી પચી જાય છે. જો તમે અપચો, ગેસ, કબજિયાતની સમસ્યાથી પીડાઇ રહ્યાં છો તો, પૌંઆનું સેવન કરી શકો છો.
પૌંઆ બનાવવામાં લીલા શાકભાજીનો ઉપયોગ થાય છે, આ રીતે પૌંઆને વધુ પૈષ્ટિક બનાવી શકાય છે. આને ખાવાથી શરીરને પ્રોટીન અને અન્ય જરૂરી પોષકતત્ત્વો મળે છે, જે ઈમ્યૂનિટીને મજબૂત બનાવે છે.
પૌંઆ ભરૂપર માત્રામાં આયર્ન રહેલું હોય છે. જે લોકોને આયર્નની ઉણપ હોય છે, તેમણે પૌંઆનું સેવન કરવું જોઇએ. આને રોજ નાસ્તમાં ખાવાથી હિમોગ્લોબિનની ઉણપ દૂર કરી શકાય છે.
બ્લડ શુગર કંટ્રોલ કરવામાં પૌંઆ ખૂબ જ ફાયદાકરક છે. પૌંઆમાં હાઇ ફાયબર અને આયર્ન સારી માત્રામાં રહેલી હોય છે, જે બ્લડમાં શુગરની માત્રાને બરાબર રાખે છે.
પૌંઆનો સૌથી સારો ફાયદો એ છે કે તેના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પૌંઆમાં કેલેરીની માત્રા અને ફાયબરની વધુ રહેલું હોય છે.