ઉનાળામાં દરરોજ નાશપતી ખાવાના ફાયદા


By Vanraj Dabhi04, Jun 2024 01:55 PMgujaratijagran.com

નાશપતીનું સેવન

પોષક તત્વોથી ભરપૂર નાશપતી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે દરરોજ સેવન કરવાના ફાયદાઓ વિશે.

નિષ્ણાતોનો અભિપ્રાય

ડાયટિશિયનના જણાવ્યા અનુસાર નાશપતીમાં સારી માત્રામાં ફાઈબર હોય છે,જે પાચન માટે અને સ્થૂળતા દૂર કરવામાં ફાયદાકારક છે.

નાશપતીના પોષક તત્વો

નાશપતીમાં વિટામિન સી,ફાઈબર,પ્રોટીન,ઝિંક,કેલ્શિયમ,પોટેશિયમ,મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

નાશપતીમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને વિટામિન સીની ઉણપને દૂર કરવામાં અને રોગોથી બચવામાં મદદરૂપ થાય છે.

પાચન તંત્ર માટે સારૂં

પાચન તંત્ર માટે સારૂં

નાસપાતીમાં સારી માત્રામાં ફાઈબર હોય છે તેથી તેનું સેવન કરવાથી કબજિયાત અને અપચોથી રાહત મળે છે અને આંતરડાની ગતિમાં સરળતા રહે છે.

સોજો થી રાહત આપે છે

નાશપતીમાં સારી માત્રામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે.તેથી તેનું સેવન કરવાથી શરીરમાં સોજો ઓછો થાય છે.

વજન ઘટાડે

નાશપતીમાં સારી માત્રામાં ફાઈબર,પાણી અને ઓછી કેલરી હોવાથી તેથી તેનું સેવન કરવાથી વજન ઓછું કરવામાં અને શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ મળે છે.

હૃદય માટે ફાયદાકારક

નાશપતીમાં પોટેશિયમ જોવા મળે છે,તેથી તેનું સેવન કરવાથી સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ મળે છે,જે હૃદયને સ્વસ્થ રાખે છે.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શરીરમાં વિટામિન B-12 કેટલું હોવું જોઈએ? ચાલો જાણીએ