શિયાળાની ઋતુમાં બાજરીના રોટલા અને ગોળ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
બાજરામાં ફાઇબર, પ્રોટીન અને આયર્ન હોય છે, જ્યારે ગોળની તાસીર ગરમ હોવાથી શરીરને ઉર્જા પ્રદાન કરે છે.
શિયાળામાં તેનું સેવન કરવાથી ઠંડીમાં શરીરને ગરમ રાખવાની સાથે શરદી સામે રક્ષણ આપે છે અને બાહ્ય ચેપનું જોખમ ઘટાડે છે.
શિયાળામાં બાજરી અને ગોળ બંને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જે શરદી, ખાંસી અને ફ્લૂથી બચી શકીએ છીએ.
બાજરીના રોટલા અને ગોળનું સેવન કરવાથી પાચનમાં મદદ કરે છે.
શિયાળામાં બાજરીના રોટલા અને ગોળનું સેવન કરવાથી સ્નાયુના દુખાવામાં રાહત મળે છે અને હાડકાં મજબૂત બને છે.
શિયાળામાં બાજરીનો રોટલો અને ગોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે શરદી અને ખાંસી જેવા મોસમી રોગોથી બચાવે છે.
બાજરીમાં ઓમેગા-૩ ફેટી એસિડ અને અન્ય જરૂરી પોષક તત્વો હોય છે, તેથી શિયાળામાં બાજરીનો રોટલો અને ગોળ ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.
બાજરીના રોટલા સાથે ગોળ ખાવાથી આયર્નની ઉણપ થતી નથી, જેનાથી નબળાઈની સમસ્યા દૂર રહે છે.
બાજરી અને ગોળમાં રહેલા પોષક તત્વો બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે.
બાજરી અને ગોળ બંને કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર છે, તેથી તેનું સેવન શરીરને લાંબા સમય સુધી ઉર્જાવાન રાખે છે.
બાજરીના રોટલા અને ગોળ ખાવાથી પેટ સાફ રહે છે અને કબજિયાતમાં રાહત મળે છે.