Wet Cardamom Benefits: પલાળેલી ઈલાયચી ખાવાથી શું થાય?


By Sanket M Parekh25, Jan 2025 04:02 PMgujaratijagran.com

પોષક તત્વો

ઈલાયચીને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. આથી જ તેનો રસોઈમાં ઉપયોગ કરવા ઉપરાંત તેને ચાવી પણ શકો છો. ઈલાયચીમાં આયરન, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન્સ અને મેંન્ગેનીઝ મળી આવે છે.

પાચન સુધારે

પલાળેલી ઈલાયચી ખાવાથી પાચન સુધરે છે, કારણ કે તેમાં સારા એવા પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જે પેટ સાથે સંકળાયેલી સમસ્યા દૂર કરવાનું કામ કરે છે.

વાળ માટે ફાયદેમંદ

પલાળેલી ઈલાયચી ખાવાથી વાળને પણ ફાયદો મળે છે, કારણ કે તેમાં એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જે વાળ ખરવાની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે.

વજન ઉતારવામાં મદદરૂપ

જો તમે વજન ઉતારવા માંગતા હોવ, તો તમારા માટે પલાળેલી ઈલાયચી મદદરૂપ થઈ શકે છે. પલાળેલી ઈલાયચીમાં સારા પ્રમાણમાં ફાઈબર મળી આવે છે, જે વજન ઘટાડે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદરૂપ

પલાળેલી ઈલાયચી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. હકીકતમાં ઈલાયચીમાં પોટેશિયમ મળી આવે છે, જે બ્લડ પ્રેશરને હાઈ થતું અટકાવે છે.

દરરોજ 1 પલાળેલી ઈલાયચી ખાવ

દરરોજ એકથી વધુ પલાળેલી ઈલાયચી ના ખાવી જોઈએ. ઈલાયચીનું સેવન કરતા પહેલા તેને રાતે પાણીમાં પલાળી દેવી જોઈએ અને સવારે પાણી પીને વધેલી ઈલાયચી ચાવી જવી જોઈએ.

રાત્રે 5 મિનિટ તળિયાની માલિશ કરવાથી શું ફાયદો થાય છે? જાણો