દરેક વ્યક્તિ અલગ અલગ રીતે મગફળીનું સેવન કરે છે. આ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ સવારે ખાલી પેટે સેવન કરવાથી શું ફાયદા મળે છે.
મગફળીમાં કેલરી વધુ હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, ફાઈબર, મેંગેનીઝ, ફોસ્ફરસ વગેરેનો સારો સ્ત્રોત છે.
ખાલી પેટે મગફળીનું સેવન કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. જે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ગેસ અને એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મગફળીનું સેવન કરી શકો છો.
ખાલી પેટે મગફળી ખાવાથી સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કારણ કે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે.
મેગ્નેશિયમ, વિટામિન બી, પ્રોટીનથી ભરપૂર મગફળી ખાલી પેટે ખાવાથી હાડકા મજબૂત થાય છે. તેનાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે.
મગફળીનું સેવન ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ ત્વચાને સુંદર બનાવવામાં મદદ કરે છે.
સવારે મગફળીને પલાળીને, પીનટ બટર બનાવીને અને પોહા, ચીલા કે ઉપમામાં ઉમેરીને પણ ખાઈ શકાય છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.