અજમો રસોડાના મસાલામાં રાખવામાં આવે છે, જેનો ઉપયોગ રસોઈમાં થાય છે. આજે અજમાના પાણી પીવાના ફાયદા વિશે જાણીશું.
અજમામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી, ફાઇબર, આયર્ન જેવા ગુણો જોવા મળે છે. તેનું સેવન કરવાથી શરીરને અનેક પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે.
અજમાને આખી રાત પાણીમાં પલાળીને સવારે તેને ગાળીને ખાલી પેટ તેનું સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે.
અજમાનું પાણી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
અજમામાં રહેલા ગુણો ગેસ, સોજો, એસિડિટી, પેટમાં દુખાવામાં રાહત આપે છે અને પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે.
અજમાનું પાણી ખાલી પેટ પીવાથી વાઈરલ બીમારીઓ જેવી કે ઉધરસમાં ઘણી રાહત મળે છે.
આર્થરાઈટિસની સમસ્યામાં રોજ અજમાનું પાણી પીવું ફાયદાકારક છે. કારણ કે તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પીડા અને સોજાથી રાહત આપે છે.
સ્થૂળતાથી પીડિત લોકોએ રોજ ખાલી પેટે અજમાનું પાણી પીવાથી કેલરી અને ચરબી બર્ન કરવામાં મદદ મળે છે.
અજમામાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે. જે શરીરને ઈન્ફેક્શનથી દૂર રાખે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.