દહીં અને ગોળ ભરપૂર માત્રામાં પોષણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ આ બંને સાથે ખાવાથી શું ફાયદા થાય છે.
દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન સી હોય છે અને ગોળમાં આયર્ન હોય છે, જેના કારણે બંને સાથે ખાવાથી એનર્જી વધે છે. આ ખાવાથી થાક અને નબળાઈની સમસ્યા પણ દૂર થાય છે.
દહીં અને ગોળ એકસાથે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેથી શરદી, તાવ વગેરે જેવા વાઇરલ રોગોનુ જોખમ પણ ઓછું થાય છે.
દહીં અને ગોળ એકસાથે ખાવાથી અપચો, ગેસ, એસિડિટી વગેરે જેવી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.
દહીં અને ગોળ એકસાથે ખાવાથી એનિમિયા દૂર થાય છે. જેનાથી શરીરમાં આયર્ન પણ વધે છે જે નબળાઈની સમસ્યાથી બચાવે છે.
દહીં અને ગોળ એકસાથે ખાવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે. કારણે કે દહીં અને ગોળ સાથે ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
દહીંમાં ગોળ ભેળવીને ખાવાથી પેશાબની સમસ્યામાં પણ રાહત મળે છે અને મૂત્ર માર્ગ સ્વસ્થ બને છે.
જે લોકો બ્લડ સુગરથી પીડાય છે તેઓએ દહીંમાં ગોળની માત્રા મર્યાદિત કરીને ખાવું જોઈએ. કેમ કે, ગોળ મીઠો હોય છે અને તેના વધુ પડતા સેવનથી બ્લડ સુગર વધી શકે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.