મગફળી અને ગોળને એકસાથે ખાવાથી શરીરને સ્વાસ્થ્ય સંબધિત ખૂબ જ ફાયદા મળે છે. તેના સેવનથી શરીરને ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે. ચલો જાણીએ મગફળી અને ગોળને એક સાથે ખાવાથી સ્વાસ્થ્યને મળતા ફાયદા વિશે.
મગફળીમા કેલ્શિયમ, આયરન, વિટામિન ઈ , જિંક પૂરતા પ્રમાણમા હોય છે. બીજી બાજુ ગોળમા આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા પોષકતત્વો હોય છે.
મગફળી અને ગોળને સાથે ખાવાથી પાચન સંબધિત સમસ્યાઓ દૂર થાય છે. તેના સેવનથી કબજિયાત, એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી પણ છૂટકારો મળે છે.
ઠંડીમા શરદી અને તાવની સમસ્યા લોકોમા વધુ જોવા મળે છે. એવામા તમે મગફળી અને ગોળને ખાવાથી શરીરમા ગરમી મળે છે. તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે.
મગફળી અને ગોળના સેવનથી લોહી સાફ થાય છે. તેના સેવનથી હીમોગ્લોબિનમા પણ સુધારો આવે છે. ગોળ અને મગફળી બન્નેંમા રહેલા એંટી ઓક્સડેંટ્સ ગુણ લોહીને સાફ કરવાનુ કામ કરે છે.
મગફળીમા કેલ્શિયમ ભરપૂર માત્રામા હોય છે. તેના સેવનથી હાડકા પણ મજબૂત થાય છે. ગોળ અને મગફળી બન્નેંમા પોટેશિયમ,જિંક અને ફાઈબરની માત્રા સારી હોય છે, જે શરીરને ગંભીર બીમારીઓથી બચાવે છે.
મગફળી અને ગોળના સેવનથી શરીરને ફાઈબર મળે છે, જેથી તેના સેવનથી પેટ સાફ તો રહે જ છે પરંતુ તે ઉપરાંત શરીરનુ વજન પણ ઓછુ થાય છે.