નાશપતી ખાવાથી વિટામીન, મિનરલ્સ, નિયાસિન, ફોલેટ, કાર્બોહાઈડ્રોટ અને ફાઈબર જેવા પોષકતત્વો મળે છે. આ ફળમાં બળતરા વિરોધી અને કેન્સર વિરોધી ગુણ મળી આવે છે. તો ચાલો જાણીએ નાશપતી ખાવાથી શું થઈ શકે છે.
નાશપતીમાં ફાઈબર મળી આવે છે. જેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. નાશપતી ખાવાથી મેટાબોલિઝમ વધે છે.
નાશપતીમાં ફાઈબરની માત્રા હોય છે. જે ખાવથી ગેસ, એસિડિટી ઘટે છે અને પાચન શક્તિમાં વધારો થાય છે.
નાશપતીમાં વિટામીન-સી હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે.
નાશપતીમાં પોટેશિયમ હોય છે જે હૃદય માટે પોષકતત્વો પુરા પાડે છે. નાશપતી ખરાબ કોલેસ્ટ્રોલરને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલરને વધારવામાં મદદ કરે છે.
નાશપતીમાં વિટામીન-સી અને વિટામીન-કે મળી આવે છે. જે ફ્લેવોનોઈડ્સનો સમૃદ્ર સ્ત્રોતછે જે શરીર માટે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. નાશપતી શરીરમાં સોજો દુર કરે છે.
નાશપતી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. નાશપતીમાં એન્થોકયાનિન મળી આવે છે. જે એન્ટીઓક્સીડેન્ટના કામ કરે છે. જે ડાયાબિટીસના માટે યોગ્ય છે.
નાશપતીમાં કૈલ્શિયમ મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવે છે. જેથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.
નાશપતી તમે પણ ખાઈ શકો છો. માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.