સવારે ખાલી પેટ ખાઓ અંકુરિત મગ, મળશે જબરદસ્ત ફાયદા


By Prince Solanki19, Dec 2023 12:39 PMgujaratijagran.com

અંકુરિત મગ

અંકુરિત મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પણ શુ તમે સવારે ખાલી પેટ અંકુરિત મગ ખાવાના ફાયદા વિશે જાણો છો, તો ચલો જાણીએ તેના ફાયદા વિશે.

પોષકતત્વોથી ભરપૂર

અંકુરિત મગ ખાવાથી શરીરને ઘણા પોષકતત્વો મળે છે. જેમકે અંકુરિત મગમા ફાઈબર, ફોલેટ, વિટામિન સી અને કે સહિત અન્ય પોષકતત્વો પણ હોય છે. તેને ખાલી પેટ ખાવાથી સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે.

વજન ઘટાડે

જો તમે શરીરનુ વજન ઘટાડવા માંગો છો તો તમારે અંકુરિત મગ દાળનુ સેવન કરવુ જોઈએ. તેમા ફાઈબર મળે છે, જે મેટાબોલિજમને ઝડપી બનાવે છે.તેનાથી શરીરનુ વજન ઘટાડવામા મદદ મળે છે.

લોહી વધારે

અંકુરિત મગ દાળમા ભરપૂર માત્રામા આયરન મળી આવે છે, જો તમને લોહીની ઉણપ થઈ રહી છે તો અંકુરિત દાળ તમારી માટે ફાયદાકારક છે.

કબજિયાતથી બચાવ

જો તમે ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છો, તમારે અંકુરિત મગ દાળનુ સેવન કરવુ જોઈએ. કારણકે અંકુરિત મગમા ફાઈબરની માત્રા ખૂબ હોય છે, જે પાચનતંત્રમા સુધારો કરે છે.

બ્લડપ્રેશર કંટ્રોલ

અંકુરિત મગ દાળનુ સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમા રહે છે. તેના અંદર એંટી ઓક્સડેંટ્સ ગુણ હોય છે, જે ગંભીર સમસ્યાઓથી બચાવ કરે છે.

મજબૂત હાડકા

અંકુરિત મગ દાળનુ સેવન શરીરના હાડકા મજબૂત કરવામા મદદ મળે છે, અંકુરિત મગમા કેલ્શિયમનુ પ્રમાણ રહેલુ હોય છે જે હાડકાઓને મજબૂત કરે છે.

હાર્ટ હેલ્થ

અંકુરિત મગનુ ખાલી પેટ સેવન કરવાથી હાર્ટને પણ ફાયદો મળે છે. તે બ્લડ વેસેલ્સને ખોલવાનુ કામ કરે છે. તેનાથી તમે હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓથી બચાવે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે એક્સપર્ટની આ ખાસ ટિપ્સ અનુસરો