દૂધ અને ગોળનું એકસાથે સેવન કરવાથી અઢળક ફાયદા મળે છે


By Vanraj Dabhi06, Oct 2024 01:15 PMgujaratijagran.com

દૂધ અને ગોળ

દૂધનું સેવન શરીર માટે ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને સાદું દૂધ પીવું પસંદ નથી, તેમના માટે ગોળ એક સારો વિકલ્પ બની શકે છે.

પોષક તત્વો

દૂધમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, પ્રોટીન અને વિટામિન સી મળી આવે છે. જ્યારે ગોળમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીન મળી આવે છે.

ફાયદા

દૂધ અને ગોળનું એકસાથે સેવન કરવાથી શરીરને સ્વાદની સાથે અદ્ભુત ફાયદા પણ મળી શકે છે.

એનિમિયાની સમસ્યા

આયર્નથી ભરપૂર દૂધ અને ગોળનું નિયમિત સેવન કરવાથી એનિમિયાની સમસ્યા દૂર થઈ શકે છે.

હાડકાં મજબૂત બને છે

કેલ્શિયમથી ભરપૂર દૂધ અને ગોળનું સેવન કરવાથી પણ હાડકાં મજબૂત થાય છે.

અપચો અને કબજિયાત

ગોળ સાથે દૂધ પીવાથી દૂધ સરળતાથી પચી જાય છે અને પેટમાં ગેસ, અપચો અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

નબળાઈ દૂર કરે

ગોળના નાના ટુકડા સાથે દૂધ પીવાથી શરીરમાંથી નબળાઈ દૂર થાય છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Roasted Guava: જામફળને શેકીને ખાવાના ફાયદા વિશે નથી જાણતા!