વરસાદમાં કંકોડાનું શાક ખાવાના 7 અદ્ભુત ફાયદા


By Vanraj Dabhi14, Jul 2025 03:02 PMgujaratijagran.com

કંકોડા ખાવાના ફાયદા

ચોમાસામાં વનવગડે ઉગતી શાકભાજી કંકોડા, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ શાકભાજી વર્ષમાં ફક્ત 3-4 મહિના માટે જ જોવા મળે છે.

પોષક તત્ત્વો

કંકોડામાં રહેલા વિટામિન, ફાઇબર, એન્ટીઑકિસડન્ટ, ફોલેટ, કેલ્શિયમ, પોટેશિયમ વગેરે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

ચોમાસાની ઋતુમાં કંકોડા પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેને તમારા આહારમાં સામેલ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે. જે ચેપી રોગો સામે લડવાની ક્ષમતામાં વધારે છે.

હૃદય માટે ફાયદાકારક

આ શાકભાજીમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હૃદય સ્વસ્થ રહે છે.

પાચન સુધારે છે

કંકોડાનું શાક ફાઇબરથી ભરપૂર હોય છે, જેના કારણે તેનું સેવન પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

કંકોડા શાકભાજીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. ડાયાબિટીસના દર્દીઓએ આ ઋતુમાં કકોડા ચોક્કસ ખાવા જોઈએ.

ત્વચા અને આંખોને સ્વસ્થ રાખે છે

એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોવા ઉપરાંત, કંકોડામાં વિટામિન A પણ હોય છે, જે ત્વચા અને આંખો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને ખાવાથી આંખો અને ત્વચા બંને સ્વસ્થ રહે છે.

અન્ય રોગોમાં ફાયદાકારક

આ ઉપરાંત કંકોડામાં રહેલા ગુણો કિડની અને લીવરને પણ સ્વસ્થ રાખે છે અને વજનને પણ નિયંત્રિત કરે છે.

સાવધાન

જો તમને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, તો તેને ખાતા પહેલા ચોક્કસપણે તમારા ડૉક્ટરની સલાહ લો.

શું અનલિમિટેડ યોગથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન ઘટે છે? જાણો