રોજ 1 લીલુ મરચુ ખાવાથી તરત જ દૂર થશે આ બીમારીઓ


By Hariom Sharma18, Nov 2023 12:19 PMgujaratijagran.com

લીલુ મરચુ

ભારતીય ઘરોમાં લગભગ બધા જ શાક બનાવવામાં લીલાં મરચાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત લોકો ખાવાની સાથે સાથે પણ લીલા મરચાને ખાવાનુ પસંદ કરતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે રોજ એક મરચુ ખાવાથી ઘણા ફાયદા મળે છે.

એક્સપર્ટની સલાહ

લીલા મરચાને ગરમ ખોરાક માનવામાં આવે છે. તેને ખાવાથી રોગ પ્રતિકારકશક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત મેટાબોલિજમ પણ સારુ બને છે. એક્સપર્ટ સુષ્મા પાસેથી જાણીએ તેના ફાયદા વિશે.

પોષકતત્વોથી ભરપૂર

લીલાં મરચામાં ફાઈબર, પોટેશિયમ,આયરન,સોડિયમ, વિટામિન એ જેવા પોષકતત્વો રહેલા હોય છે.

પાચનશક્તિમાં સુધારો

રોજ એક મરચુ ખાવાથી કબજિયાત અને અપચા જેવી સમસ્યામાં રાહત મળે છે. તેનાથી ફાઈબરની માત્રા વધારે હોય છે જે પાચનશક્તિમાં સુધારો કરવામાં મદદ કરે છે.

You may also like

શિયાળામાં મધ ખાવાના ચમત્કારિક ફાયદા વિશે નથી ખબર, ચાલો જાણીએ

સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં ઘરે જ સાંભારનો મસાલો કેવી રીતે બનાવવો? ચાલો જાણીએ

હાર્ટ માટે ફાયદાકારક

હાર્ટના દર્દીઓ માટે ખોરાકમાં લીલા મરચાનો સમાવેશ કરવો લાભદાયી છે. લીલા મરચા ખાવાથી શરીરમાં લોહીંના ગઠ્ઠા બનતા નથી જેનાથી હાર્ટ અટૈકનું જોખમ ઓછુ થઈ જાય છે.

વજન ઘટાડે

ખોરાકમાં લીલા મરચાનો સમાવેશ કરવાથી શરીરમાં મેટાબોલિજમ સુધરે છે. તેથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. આ માટે તમે લીલા મરચાને સલાડમાં અથવા તો તેનુ અથાણુ બનાવીને ખાઈ શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

પીરિયડ્સ દરમિયાન પગમાં થાય છે દુખાવો, આપનાવો આ ઉપાય